ખેડા : પૂજય આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ, ચેરમેન દેવ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી, ડૉ. સંત સ્વામી, વલ્લભ સ્વામી, શ્યામ સ્વામી, હરિગુણ સ્વામી, પ્રિયદર્શન સ્વામી વગેરે સંતોએ ભાવિકો પર રંગસેરો વહાવી સહુને આનંદથી તરબોળ કર્યાં હતા. તેમજ મંદિર પરિસરમાં રંગોત્સવ માટે ઊંચી પીઠિકા ઊભી કરવામાં આવી હતી. તેના પર કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
વડતાલધામ ખાતે રંગોત્સવની ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી - કોરોના
વડતાલધામ ખાતે રંગોત્સવની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ પાણીને બદલે કોરા રંગોથી ભીંજાઇને રંગોત્સવની મજા માણી હતી. પ્રથમવાર પાણી મિશ્રણ વિના માત્ર કોરા રંગો અને પૂષ્પપાંદડીથી વડતાલધામનો પ્રભાવી રંગોત્સવ ઉજવાયો હતો.
વડતાલધામ
આ મંચ પરથી ભાવિકો પર રંગધારા વહી હતી. જે ભાવિકો માટે સ્મરણરુપ બની છે. મહત્વનું છે કે, એક બાજુ દેશ દુનિયામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે તેના નિયંત્રણના ભાગરુપે હોળી ધૂળેટીના જાહેર કાર્યક્રમો રદ થયા છે. તે સંજોગોમાં વડતાલ સંસ્થાએ પણ આ વેળાનો રંગોત્સવ પાણી વિના માત્ર કોરા રંગો અને પૂષ્પપાંદડીથી જ ઉજવવાનો નિર્ણય લીધો હતો.
Last Updated : Mar 9, 2020, 7:15 PM IST