ખેડા: કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝા પર શનિવારે રાત્રે અમદાવાદથી બાલાસિનોર તરફ જતી એક કાર આવી હતી. આ કાર પર ફાસ્ટટેગનું સ્ટીકર ન હોવાથી ટોલ પ્લાઝાના કર્મચારીએ કાર ચાલકને કાર રિવર્સ લઇ રેગ્યુલર લેનમાં જવા માટે કહ્યું હતું. જેથી કાર ચાલકે કાર રિવર્સ લઇ ટોલ પ્લાઝાના કર્મચારીના હાથમાંથી મેન્યુઅલ ફાસ્ટટેગ મશીન ઝૂંટવી લીધું હતું અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટટેગ મશીન લઈ કાર ચાલક ફરાર - ટોલ પ્લાઝા પરથી ફાસ્ટટેગ મશીન ઝૂંટવી કાર ચાલક ફરાર
ખેડા જિલ્લાના કઠલાલના પીઠાઈ ટોલ પ્લાઝા પરથી કર્મચારીના હાથમાંથી ફાસ્ટટેગ મશીન ઝૂંટવી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઇ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કઠલાલના પીઠાઇ ટોલ પ્લાઝા પરથી ફાસ્ટટેગ મશીન ઝૂંટવી કાર ચાલક ફરાર
ઘટનાને લઈને 55 હજારના મશીનની લૂંટ મામલે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.