- કેનાલમાં લીકેજને કારણે રસ્તા અને ખેતરોમાં ફરી વળ્યા પાણી
- ઘઉં અને તમાકુના પાકને નુકશાન
- વારંવાર કેનાલમાં થતાં લીકેજને લઈ લોકો ત્રસ્ત
ખેડા : મહેમદાવાદ તાલુકાના કેસરા ગામમાં મોટી મુવાડીથી સિમ વિસ્તારમાં જવાના રસ્તા પર કેનાલના લીકેજના કારણે બેફામ પાણી વહી રહ્યું છે. જેને લઈ આ વિસ્તારમાં અવરજવર કરતા લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ઘઉં અને તમાકુના પાકને પણ નુકશાન પહોંચ્યુ છે.
કેનાલમાં લીકેજ થતા ખેતરો અને રસ્તામાં પાણી ફરી વળ્યા વારંવાર કેનાલમાં થતાં લીકેજને લઈ લોકો ત્રસ્ત
થોડા સમય અગાઉ કેનાલમાં લીકેજ થતા બે દિવસ પહેલા જ તેનું સમારકામ કરાયુ છે. જે ફરીથી લીકેજ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કેનાલમા વારંવારના લીકેજને લઈ લોકો ત્રસ્ત બન્યા છે. જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા મહુધા સિંચાઈ વિભાગમાં જાણ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી.
કેનાલમાં લીકેજ થતા ખેતરો અને રસ્તામાં પાણી ફરી વળ્યા