ગુજરાત

gujarat

ETV Bharat / state

Bogus Doctor - ખેડાના કાલસરથી બોગસ ડૉક્ટર ઝડપાયો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામેથી આરોગ્ય વિભાગ દ્વારા બોગસ ડોક્ટર (Bogus Doctor) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. Bogus Doctor વિરૂદ્ધ ડાકોર પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bogus Doctor
Bogus Doctor

By

Published : Jun 10, 2021, 10:59 PM IST

  • ખેડા આરોગ્ય વિભાગે કરી રેડ
  • ઘણા સમયથી ચાલી રહી હતી ગેરકાયદેસર પ્રેક્ટિસ
  • ડાકોર પોલીસે હાથ ધરી કાર્યવાહી

ખેડા : હાલમાં રાજ્યભરમાં બોગસ ડોક્ટર ( Bogus Doctor) પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ખેડાના ઠાસરા તાલુકામાં આવેલા કાલસર ગામે વર્ષોથી પ્રેક્ટિસ કરતા Bogus Doctor ને ઝડપી લેવામાં આવ્યો હતો.

ખેડાના કાલસરથી બોગસ ડૉક્ટર ઝડપાયો

ઘણા સમયથી ચાલી રહી હતી ગેરકાયદેસર પ્રેક્ટિસ

કનુભાઈ રાણા નામના વ્યક્તિ દ્વારા કાલસર ગામમાં છેલ્લા ઘણા સમયથી ક્લિનિક ખોલવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર તરીકે પ્રેકટિસ કરીને ગેરકાયદેસર રીતે દર્દીઓને દવા આપવામાં આવી રહી હતી. આરોગ્ય વિભાગ દ્વારા Bogus Doctorના ક્લિનિક પર રેડ કરીને એલોપેથીક દવાઓનો જથ્થો જપ્ત કરીને ડાકોર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઘણાબધા Bogus Doctor દ્વારા ગેરકાયદેસર રીતે બેરોકટોક પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details