ખેડાના:નડિયાદ કણજરી નગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માંથી નવજાત બાળકના છુટા અંગો સાથેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.નવજાત બાળકને જીવિત કે મૃત હાલતમાં ત્યજી દેવાયું હોવાની શક્યતા છે.સમગ્ર મામલે ચકલાસી પોલિસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.કણજરી ખાતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વર્કરોને મૃત બાળકના છુટા અંગો તેમજ મૃતદેહ જોવા મળતા નગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી.
"ચકલાસી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તેમજ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે-- જે.પી.ગુપ્તા" ( ચકલાસી પોલિસ સ્ટેશનના પીએસઆઈ)
મૃતદેહ મળી આવ્યો: નડિયાદ તાલુકાના કણજરી ગામે કણજરી નગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ગત રોજ સવારે આઠ વાગ્યાની આસપાસ આ પ્લાન્ટમાં મીકેનીકલ સ્ક્રીનિંગમાં કોઈ માનવીય અંગોના અવશેષો જોવા મળ્યા હતા. જેમાં એક નવજાત લગભગ અધુરા માસે જન્મેલ બાળક હતું. આ નવજાત બાળકના શરીરનો તૂટેલો ભાગ જેમાં શરીર ધડથી અલગ હતું.પગ અને હાથ પણ અલગ હતા.આ નવજાત શીશુ મરણ ગયેલ હાલતમાં અહીંયા દેખાતા પ્લાન્ટ પર કામ કરતા વર્કરોએ તુરંત પોતાના સુપરવાઈઝરને જાણ કરી હતી.
અધુરા માસે જન્મેલ:સુપરવાઈઝર બનાવ સ્થળે દોડી ગયા હતા. સાથે સાથે નગરપાલિકાના અધિકારીઓ પણ દોડી ગયા હતા.જે બાદ કોઈ અજાણી વ્યક્તિ આ નવજાત બાળકને જીવિત કે મૃત હાલતમાં ત્યજી દેવાયું હોવાની શંકા પ્રબળ બની હતી.આ બાળક અધુરા માસે જન્મેલ હોવાની પણ શક્યતા છે. પંથકમાં અરેરાટી ફેલાઈ કોઈ અજાણ્યા દંપતિ દ્વારા પાલિકાના હદની કોઈ પણ જગ્યાએથી ગટરના ગંદા પાણીના નિકાલમાં આ રીતે બાળકને જીવિત કે મૃત હાલતમાં ફેંકી દેતા પુરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.કંપારી છૂટે તેવી હાલતમાં મૃતદેહ મળી આવતા આવું અધમ કૃત્ય આચરનાર સામે ફીટકારની લાગણી ફેલાવા પામી છે.
318 ની કલમ હેઠળ ગુનો:ચકલાસી પોલીસ દ્વારા હાથ ધરાઈ તપાસ ઘટના મામલે વર્કર દ્વારા જાણ કરવામાં આવતા નગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.જે બાદ ચકલાસી પોલીસને જાણ કરવામાં આવી હતી.આ સમગ્ર મામલે ચકલાસી પોલીસ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર જયેશભાઇ અમૃતભાઈ કૃષિકર (રહે.બાવલુ,કડી)ની ફરિયાદના આધારે આઈપીસી 318 ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Surat News: નવાપરા ગામે રમતા રમતા બાળક ચોથા માળેથી જમીન પર પડતા મોતને ભેટ્યો
- Ahmedabad: મણિનગરમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો, જાહેર રોડ પર ભરેલી બંદુક સાથે યુવકનો દોડતો વીડિયો, હવામાં કર્યું ફાયરિંગ