- નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધ્યું
- વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ
- ભાજપને 27 બેઠકો, જ્યારે અપક્ષ 2 અને કોંગ્રેસને ફાળે 1 બેઠક
ખેડા: નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મંગળવારે યોજાયેલી મતગણતરીમાં ભાજપ જીત તરફ આગળ વધતા ઉમેદવારો તેમજ સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૉર્ડ નંબર 3, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય થયો છે. જેને લઈને વિજેતા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.