- પ્રદેશ નિરીક્ષકો દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ
- જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતોની ચૂંટણી
- પ્રદેશ નિરીક્ષકો દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ
ખેડામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ
નડિયાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ખેડામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ
નડિયાદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજરોજ પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ઉમેદવારી પત્રોની ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. ગત 26 અને 27 તારીખના રોજ ખેડા જિલ્લામાંથી નિરીક્ષકો દ્વારા જે તે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ઉમેદવાર દ્વારા તથા મંડળ સંગઠનના પદાધિકારીઓને સાંભળ્યા. ત્યારબાદ આજે મંડળ સંકલન સમિતી અને નિરીક્ષકોએ રમણભાઈ વોરા, જયદિપ ચૌહાણ અને મીનાક્ષીબેન પટેલ સમક્ષ તાલુકા પંચાયતમાં સીટ વાઇઝ આવેલ ઉમેદવારી પત્રકની ચર્ચા કરી હતી. પ્રદેશ દ્વારા આગામી દિવસે રાખવામાં આવે તે દિવસે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
ખેડામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ જિલ્લામાં 5 નગરપાલિકા અને 8 તાલુકા પંચાયતોની ચૂંટણી
ખેડા જિલ્લામાં નડિયાદ, માતર, ખેડા, વસો, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને ગળતેશ્વર એમ આઠ તાલુકા પંચાયતોની તેમજ નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાનારી છે.