ખેડા લોકસભા બેઠકકોગ્રેસના ઉમેદવાર બિમલ શાહે મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે રેલી યોજી કલેક્ટર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી. કાર્યકરોએ ઉત્સાહ વ્યક્ત કરીને "વિકાસ કી રાહ બિમલ શાહ"ના નારા લગાવ્યા હતા. બિમલ શાહે વિસ્તારના વિકાસ માટે, વિકાસને આગળ ધપાવવા માટે ઉમેદવારી કરી હોવાનું જણાવ્યું હતું. બિમલ શાહ સાથે દિનશા પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
ખેડાથી કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહે ઉમેરવારી ફોર્મ ભર્યું - congree
ખેડા: લોકસભા બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. બિમલ શાહ દ્વારા નડિયાદમાં રેલી યોજીને ઉમેદવારી નોંધાવવામાં આવી હતી.
સ્પોટ ફોટો
જો કે બિમલ શાહનું નામ જાહેર થતા કપડવંજના ધારાસભ્ય કાળુ સિંહ ડાભી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે આયાતી ઉમેદવાર હોવાનું જણાવી ઉમેદવારને બદલવાની માંગ સાથે રાજીનામું મોકલી આપ્યું હતું. જેને લઈને કાળુસિંહ તેમજ જિલ્લા કોગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા સહિત કેટલાક નારાજ કાર્યકરો હાજર રહ્યાં ન હતા.