ખેડાઃ ખેડાના ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે ફરજ બજાવતા હોમગાર્ડ જવાને માસ્ક પહેર્યા વિના નીકળેલા સ્થાનિક બાઈકચાલકને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. જેને લઈ બાઈક ચાલકે ઝપાઝપી કરી ધમકી આપી ગેરવર્તન કર્યું હતું. હોમગાર્ડ સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ પણ થયો છે. જે મામલે સેવાલિયા પોલીસ દ્વારા બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
ખેડા: અંઘાડી ગામે હોમગાર્ડ જવાન સાથે બાઈક ચાલકની ઝપાઝપી
ખેડાના ગળતેશ્વર તાલુકાના અંઘાડી ગામે ફરજ બજાવતા હોમગાર્ડ જવાને માસ્ક પહેર્યા વિના નીકળેલા સ્થાનિક બાઈકચાલકને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. જેને લઈ બાઈક ચાલકે ઝપાઝપી કરી ધમકી આપી ગેરવર્તન કર્યું હતું. હોમગાર્ડ સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ પણ થયો છે. જે મામલે સેવાલિયા પોલીસ દ્વારા બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
અંઘાડી ગામે હોમગાર્ડ જવાન સાથે બાઈક ચાલકની ઝપાઝપી
જે મામલે સેવાલિયા પોલીસ દ્વારા સ્થાનિક બાઇક ચાલક રઝાકખાન ઇસ્માઇલખાન મલેક વિરૂદ્ધ IPC કલમ 186, 332, 188 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 51 B મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટક કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.