યાત્રાધામ ફાગવેલ ખાતે કાર્તિક પુર્ણિમા- દેવ દિવાળીથી પાંચ દિવસિય મેળો યોજાનાર છે.જેને લઈ ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓના સંઘો રાજ્યભરમાંથી હાલ ફાગવેલ પહોંચી રહ્યા છે.પદયાત્રીઓની સુવિધા માટે વિવિધ સેવા ભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા ઠેર ઠેર સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ ખાતે પાંચ દિવસીય મેળો યોજાશે - fair in fagwel
ખેડા : જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ ખાતે ભાથીજી મંદિરે મેળો શરૂ થવા જઇ રહ્યો છે.ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ફાગવેલ પહોંચી રહ્યા છે.પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.
etv bharat kheda
ફાગવેલ ખાતે આવેલા ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના મંદિરે પ્રતિવર્ષ પાંચ દિવસીય મેળો યોજાય છે.મેળો પુર્ણિમા થી શરૂ થાય છે અને પાંચમે પુર્ણ થાય છે.જેમાં પાંચમના દિવસનું વિશેષ મહત્વ છે.અહીં એવી માન્યતા છે કે, કોઈને ઝેરી જનાવર કરડ્યુ હોય તો ભાથીજી મહારાજ ની માનતા રાખવામાં આવે છે.પદયાત્રા કરી દર્શન કરી માનતા પુર્ણ કરવામાં આવે છે.