માઈ મંદિરના ભગવતી કેશવ ભવાની મહારાજ બ્રહ્મલીન થયા - Nadiad News
ખેડાઃ સુપ્રસિદ્ધ શ્રીમાઈ મંદિરના પીઠાધીશ્વર 1008 ભગવતી કેશવભવાની મહારાજ બ્રહ્મલીન થયા છે. મોટી સંખ્યામાં ભાવિકો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. નડિયાદ ખાતે આવેલા સુપ્રસિદ્ધ માઈ મંદિરના આદ્યપીઠાધીશ્વર માઈ જગતગુરૂ 1008 ભગવતી કેશવ ભવાની મહારાજ વહેલી સવારે બ્રહ્મલીન થયા છે.
માઈ મંદિરના ભગવતી કેશવ ભવાની મહારાજ બ્રહ્મલીન થયા
મોટી સંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે ભાવિકો પહોંચી રહ્યા છે.માઈ મંદિર ખાતે તેઓએ નક્કી કરેલ સ્થાન પર સોમવારે સાંજે 4 વાગે સંતો, મહંતો અને માઈ ભક્તોની હાજરીમાં સમાધિ આપવામાં આવશે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન થશે. તેઓ માઈ આદ્યપીઠાધીશ્વર તરીકે વર્તમાન ગાદીપતિ હતા.તેઓએ દેશ વિદેશમાંની દેવી ભાગવત કથા દ્વારા શક્તિ ઉપાસનામાં વ્યાપ્ત વહેમો દૂર કરી શક્તિ ઉપાસનાનો,માઈ ધર્મનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો હતો.