ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ ડાકોરમાં દિવાળી નિમિત્તે મંદિરના સમયમાં ફેરફાર કરાયો - રણછોડરાયજી

ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળી પર્વની ઉજવણીનો ભક્તિ-ભાવપૂર્વક પ્રારંભ થયો છે. તેની સાથે મંદિરમાં વિશેષ પૂજાનું પણ આયોજન કરાયું છે. જેથી મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર

By

Published : Oct 25, 2019, 4:20 AM IST

દિવાળી નિમિત્તે ડાકોરના ઠાકોરની વિશેષ પૂજાનું આયોજન કરાયું છે. આ પૂજાનો લ્હાવો લેવા માટે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. જેથી મંદિર દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં દિવાળી દરમિયના મંદિરને સુંદર રીતે સજાવવામાં આવે છે. તેમજ રણછોડજીને આકર્ષક વાઘા અને અને આભૂષણોથી શણગારમાં આવે છે. આ તહેવારમાં મંદિરમાં હાટડી તેમજ અન્નકૂટના દર્શનનું વિશેષ મહત્વ જોવા છે.

દિવાળી દરમિયાન મંદિરમાં વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે. જેમ કે, સવારે મંગળા આરતી, બાલભોગ, શ્રુંગારભોગ, ગ્વાલભોગ દર્શન, રાજભોગ દર્શન, શયનભોગ દર્શન, ઉત્થાપન દર્શન સહિતના વિવિધ દર્શન રાખવામાં આવે છે. આ તમામ દર્શન માટે ચોક્કસ સમય રાખવામાં આવ્યો છે. જે આ પ્રમાણે છે...

27-10-19 દિવાળીના દિવસે દર્શનનો સમય :-

  • મંગળા દર્શન સવારે 6-45
  • બાલભોગ,શ્રુંગારભોગ,
  • ગ્વાલભોગ દર્શન બંધ રહેશે 10-00થી 10-30
  • બાલભોગ,શ્રુંગારભોગ,
  • ગ્વાલભોગ દર્શન થશે 10:30થી 11:30
  • રાજભોગ દર્શન બંધ રહેશે 11-30થી 12-15
  • રાજભોગ દર્શન થશે 12-15થી 1-00
  • પોઢવાનો સમય 1-00
  • ઉત્થાપન દર્શન 4-30
  • શયનભોગ દર્શન બંધ 6-35થી 7-00
  • હાટડી દર્શન 8-00
  • પોઢવાનો સમય 10-30

28-10-19 બેસતાં વર્ષના દિવસે દર્શનનો સમય :-

  • મંગળા આરતી દર્શન 6-30થી 10-00
  • બાલભોગ દર્શન બંધ 10-00થી 10-10
  • બાલભોગ દર્શન થશે 10-10થી 11-15
  • શ્રૃંગાર ભોગ દર્શન બંધ 11-15થી 11-35
  • શ્રૃંગાર ભોગ દર્શન થશે 11-35થી 12-00
  • ગ્વાલ ભોગ દર્શન બંધ 12-00થી 12-15
  • રાજભોગ, મહાભોગ 12-15થી 2-00
  • અન્નકૂટ 2-00થી 2-30
  • ઉત્થાપન દર્શન 4-30

નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ ગ્રહણ કરીને શ્રી રણછોડરાયજી મહારાજ અનુકુળતા બાદ પોઢી જશે.

ABOUT THE AUTHOR

...view details