ખેડાઃ નડિયાદ જિલ્લા જેલ ખાતે જેલની લાઈબ્રેરીમાં અધિક પોલીસ મહાનિર્દેશકની માર્ગદર્શક સૂચનાથી જેલના કેદીઓને માનસિક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્મકતાના ભાગરૂપે ઓડિયો બુકની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
નડિયાદ જિલ્લા જેલ ખાતે કેદીઓ માટે ઓડીયો સિસ્ટમનો પ્રારંભ કરાયો - ખેડા સમાચાર
ખેડા જિલ્લામાં નડિયાદ જિલ્લા જેલ ખાતે જેલની લાઈબ્રેરીમાં અધિક પોલીસ મહાનિર્દેશકની માર્ગદર્શક સૂચનાથી જેલના કેદીઓને માનસિક શાંતિ મળે તે હેતુથી જેલ સુધારાત્મકતાના ભાગરૂપે ઓડિયો બુકની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
અધિક પોલીસ મહાનિર્દેશક ડો.કે.એલ.એન.રાવના સલાહ તેમજ સુચન અનુસાર આ કામગીરી રાઉન્ડ સોલ્યુશન, નડિયાદ દ્વારા તૈયાર કરી જેલની લાઈબ્રેરીમાં કુલ 8 નંગ હેડફોન તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ ગોઠવી જેલમાં બંદીવાનોની માનસિક શાંતિ માટે ઓડિયો સિસ્ટમ જિલ્લા જેલના અધિક્ષક, જેલર તેમજ સ્ટાફ કર્મચારીઓની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં જેલના તમામ બંદીવાનોને ઓડિયો લાઇબ્રેરીમાં દસથી વીસ મિનિટ સુધી આધ્યાત્મિક સંગીત ભજન અને પોઝિટિવ વિચારોની સ્પીચ સાંભળવાનો લાભ આપવામાં આવી રહ્યો છે. તેમ અધિક્ષક નડિયાદ જિલ્લા જેલ દ્વારા જણાવાયું છે.