- બાઈક પર આવેલા હુમલાખોરોએ લાત મારી પાડી દીધાં
- 4 દિવસ પહેલાં ફોન પર આપી હતી ધમકી
- કપડવંજ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખેડાઃ કપડવંજ નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ એક્ટિવા લઈ પ્રચાર માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પર હુમલો કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જેમાં તે પડી જતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
બાઈક પર આવેલા હુમલાખોરોએ લાત મારી પાડી દીધાં
સેજલ બ્રહ્મભટ્ટ ભાજપનો પ્રચાર કરવા જઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક બાઈક પર હેલ્મેટ પહેરી આવેલો હુમલાખોર લાત મારી સેજલ બ્રહ્મભટ્ટને સાંઇનગર સોસાયટીના રોડ ઉપર પાડી જતો રહ્યો હતો. જેથી પડી જવાથી સામાન્ય ઈજાઓ પહોંચતા તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લઈ તેઓ પોતાના ઘરે પરત ફર્યાં હતાં.