- ડાકોર રણછોડરાયજી મંદિર અને વડતાલ સ્વામીનારાયણ મંદિરે દર્શન કર્યા
- ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્યકત કરી
- મુખ્ય દંડકની શુભેચ્છા મુલાકાત લીધી
ડાકોર : આજરોજ એટલે કે મંગળવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ખેડા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર અને વડતાલની મુલાકાત લીધી હતી. તેમજ ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્યકત કરી હતી.
નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્યકત કરી
વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ડાકોર રાજા રણછોડરાયજી અને વડતાલ સ્વામિનારાયણના દર્શન કરી ગુજરાત રાજયના નાગરિકો અને રાજયની પ્રગતિની મનોકામના વ્યકત કરી હતી. તેઓએ ઉપસ્થિત સંતો, મહંતોના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. ડાકોર સ્થિત ભરત ભુવનની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. તેમજ મહંત દ્વારકાદાસજી મહારાજના આર્શીવાદ મેળવ્યા હતા. તેમજ નડિયાદ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇની શુભેચ્છા મુલાકાત લીધી હતી