ખેડાજિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજની ભૂમિ પર ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું (bjp gujarat gaurav yatra in kheda) સમાપન થયું હતું. આ યાત્રામાં કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રિય રાજ્ય પ્રધાન દેવુસિંહ ચૌહાણ, રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ (Arjunsinh Chauhan Minister) સહિત પ્રદેશ ભાજપના અગ્રણીઓ જોડાયા હતા.
જિલ્લાની તમામ 6એ 6 બેઠક પર ભાજપ જીતશેઃ દેવુસિંહ ચૌહાણ ગુજરાતમાં સારો વિકાસ થયો છે આ પ્રસંગે યોજાયેલી જાહેરસભા પહેલા ગૌરવયાત્રામાં (bjp gujarat gaurav yatra in kheda) જોડાયેલા કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું (ashwini vaishnaw railway minister) હતું કે, ગુજરાતમાં ડબલ એન્જિન સરકારના કારણે સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણ (devu singh chauhan), નડીયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને જનતાની માગણીને લઇ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ નડીયાદ સ્ટેશનનું (Nadiad Railway Station) નિર્માણકાર્ય વર્લ્ડ કલાસ બની રહેશે એવી હું જાહેરાત કરું છું.
નડીયાદ રેલવે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાનો નિર્ણય PMએ 2 મિનીટમાં લીધો કેન્દ્રિય રેલવે પ્રધાને (ashwini vaishnaw railway minister) જણાવ્યું હતું કે, આ ભૂમિ સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. દેશના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અમૂલ્ય છે. ત્યારે આ લાગણી અને માગણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પહોંચાડી તો માત્ર 2 કલાકમાં જ વડાપ્રધાને નિર્ણય લઈ નડીયાદ રેલવે સ્ટેશનને (Nadiad Railway Station) વર્લ્ડ કલાસ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે બુલેટ ટ્રેનનું કામ પણ 96 કિલોમીટર જેટલું પુરૂ થયું છે.તેને આગામી સમયમાં ખૂબ ઝડપથી પૂરું થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કટિબદ્ધ છે.
જિલ્લાની તમામ 6એ 6 બેઠક પર ભાજપ જીતશેઃ દેવુસિંહ ચૌહાણકેન્દ્રિય સંચાર રાજ્યપ્રધાન દેવુસિંહ ચૌહાણે (devu singh chauhan) જનમેદનીને સંબોધતા વીર ભાથીજી મહારાજને યાદ કર્યા હતા. સાથે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ખેડા જિલ્લાની તમામ 6એ 6 બેઠકો પર ભાજપનું કમળ ખીલી ઉઠશે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.