ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં મંદબુદ્ધિના દિવ્યાંગોએ બનાવી કલાત્મક રાખડીઓ... - ખેડા ન્યૂઝ

નડિયાદ ખાતે મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો દ્વારા કલાત્મક રાખડીઓ બનાવવામાં આવી રહી છે. સ્વહસ્તે બનાવેલી કલાત્મક અને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનું નજીવી કિંમતે વેચાણ કરવામાં આવે છે. મંદબુદ્ધિના દિવ્યાંગોની સર્જનાત્મકતા એક એકથી ચઢિયાતી રાખડીઓમાં જોવા મળી રહી છે. બાળકોની આ કલાત્મકતાને લોકોનો સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

maitri orgnaization in nadiyad
maitri orgnaization in nadiyad

By

Published : Jul 30, 2020, 5:05 PM IST

ખેડાઃક્યા કમી રહ ગઈ ? દેખો ઐસે સુધાર કરો..આ શબ્દો ખુબ જ પ્રસિદ્ધ કવિતા- કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી.. ના છે જે નડિયાદના દિવ્યાંગ બાળકો માટે સાર્થક થવા પામ્યા છે. શહેરમાં આવેલી મૈત્રી સંસ્થાના બાળકો દિવ્યાંગ હોવા છતાં પોતાનામાં રહેલી આગવી કુશળતા અને પગભર થવાની તત્પરતા વચ્ચે વર્ષમાં આવતા અનેક તહેવારો અને પ્રવૃત્તિઓમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે. દિવ્યાંગ બાળકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પર્વને અનુલક્ષીને રાખડીઓ બનાવવામાં આવી રહી છે. જે ખરીદવા માટે શહેરભરમાંથી લોકો ઉત્સાહભેર સંસ્થામાં આવી રહ્યા છે.

નડિયાદમાં છેલ્લા 22 વર્ષથી કાર્યરત મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો પોતાની આગવી સૂઝબૂઝ, કાર્યશૈલી કુશળતા અને આવડતને લઈને જાણીતા બનવા પામ્યા છે. દેશ વિદેશમાં અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું અને શહેર તેમજ સંસ્થાનું નામ રોશન કરીને ઇન્ટરનેશનલ લેવલે ભારતનો ડંકો વગાડી સૌને મંત્રમુગ્ધ કરી ચૂક્યા છે. તેવા બાળકોએ આવનાર રક્ષાબંધનના પર્વને લઇને રાખડી બનાવવાનું કાર્ય હાથમાં લીધું છે.

દિવ્યાંગો દ્વારા એક એકથી ચડિયાતી ડિઝાઇનર તથા ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવામાં આવી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાના 60 જેટલા દિવ્યાંગો દ્વારા એક એકથી ચડિયાતી ડિઝાઇનર તથા ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવામાં આવી રહી છે. લગભગ 2000 જેટલી ડિઝાઈનર રાખડીઓ દિવ્યાંગો દ્વારા તૈયાર કરવાનું આયોજન છે. દિવ્યાંગોએ પોતાના દ્વારા તૈયાર કરેલી રાખડીયોને વેચાણ સુધી જ સિમિત ન રાખતા લગભગ અડધા જેટલી રાખડીઓ શહેરના સ્લમ વિસ્તારથીમાંડીને જેલના કેદીઓ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર રહેતા ભિક્ષુકોને પણ બાંધવામાં આવે છે.

દિવ્યાંગો પોતાના દ્વારા તૈયાર કરેલી રાખડીઓ દર વર્ષે શ્રી સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાજને અર્પણ કરી અને સ્થાનિક નેતાઓને પણ બાંધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચાડીને તેમના સ્વાસ્થ્ય માટેની કામના કરતા હોય છે.

દિવ્યાંગો દ્વારા એક એકથી ચડિયાતી ડિઝાઇનર તથા ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવવામાં આવી
હાલ, કોરોના મહામારીને પગલે સંસ્થા ખાતે આ દિવ્યાંગો દ્વારા ટેમ્પરેચર ચેક કરાવી, સેનેટાઈઝ થઈ, માસ્ક પહેરી તેમજ સોશિઅલ ડિસ્ટન્સ જાળવી રાખડી બનાવવામાં આવે છે. ઉપરાંત સંસ્થા ખાતે રાખડી ખરીદવા આવનાર તમામનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવે છે. જ્યાં આવનારને રોગપ્રતિરોધક ઉકાળો પણ આપવામાં આવે છે.
મંદબુદ્ધિના દિવ્યાંગોની કલાત્મક રાખડીઓ

આમ, તમામ લોકો માસ્ક પહેરે અને સોશિઅલ ડિસ્ટન્સ જાળવે તેનું પણ ધ્યાન રખાય છે.સાથે જ મહામારી પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે રાખડી ખરીદનાર તમામને માસ્ક ફ્રી આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details