ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં ઉત્તરાયણને લઈને બજારોમાં માંજા તૈયાર કરવામાં કારીગરો બન્યા વ્યસ્ત

ખેડા: ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યાં છે, ત્યારે હાલ બજારોમાં ઉત્તરાયણની ઉજવણીની તૈયારીઓ થતી જોવા મળી રહી છે. પતંગ રસિયાઓની માગને પહોંચી વળવા બજારોમાં હાલ કારીગરો દ્વારા દિવસ રાત રંગબેરંગી દોરી રંગીન માજા તૈયાર કરવામાં આવી રહ્યા છે.

By

Published : Jan 8, 2020, 8:03 AM IST

ઉત્તરાયણને લઈને બજારોમાં માંજો તૈયાર કરવામાં કારીગરો બન્યા વ્યસ્ત
ઉત્તરાયણને લઈને બજારોમાં માંજો તૈયાર કરવામાં કારીગરો બન્યા વ્યસ્ત

ઉત્તરાયણનો પર્વ હવે નજીકમાં જ છે, ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવાના છે. જેને લઈ પતંગ રસિયાઓની માગ પુરી કરવા હાલ બજારમાં રંગબેરંગી દોરી રંગીને માંજા તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોઈ હાલ કારીગરો દિવસ-રાત દોરી રંગવામાં વ્યસ્ત બન્યા છે. જેમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યાં છે. જો કે, બજારમાં દોરી રંગવાના ભાવ આ વર્ષે મંદી જણાઈ રહી હોઇ ગયા વર્ષ જેટલા જ રાખવામાં આવ્યા છે. ભાવમાં કોઈ વધારો ન થયો હોવાનું કારીગરો જણાવી રહ્યા છે.

ઉત્તરાયણને લઈને બજારોમાં માંજો તૈયાર કરવામાં કારીગરો બન્યા વ્યસ્ત

ABOUT THE AUTHOR

...view details