- વિશ્વ દિવ્યાંગ દિને 700 દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ બેસાડી વિશ્વ વિક્રમ સર્જ્યો
- સ્વામિનારાયણ સંપ્રદાયનો દિવ્યાંગને સર્વાંગ બનાવવાનો આ પ્રયાસ સરાહનીય છે : રાજ્યપાલ
- સહજાનંદ સ્વામીની સમાજ સેવાને સંપ્રદાય અનુસરી રહ્યો છે : આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ
ખેડાઃ યાત્રાધામ વડતાલ ખાતે વિશ્વ દિવ્યાંગ દિને(World Paralysis Day) સ્વામિનારાયણ ગોકુલધામ નાર દ્વારા વડતાલ ધામ(Vadtal Dham by Narayan Gokuldham Nar) ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ દિવ્યાંગ દિને 700 દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ બેસાડી વિશ્વ વિક્રમ સર્જ્યો
વિશ્વ વિકલાંગ દિને(World Paralysis Day 2021) યોજાયેલા આ કાર્યક્રમમાં 700 જેટલા દિવ્યાંગજનોને કૃત્રિમ હાથ પગ(Artificial limbs donated) અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યપાલ તેમજ સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે 22 જેટલા દિવ્યાંગજનોનું ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડ(Bharat Divyang Ratna Award) સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું. એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમના માધ્યમ દ્વારા એક સાથે એક સ્થળેથી 700 જેટલા દિવ્યાંગજનોની સેવા માટે યોજાયેલા આ યજ્ઞકાર્યની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ- લંડન દ્વારા લેવામાં આવી હતી.ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં એક જ સ્થળેથી 700 જેટલા દિવ્યાંગોને લાભ આપવા બદલ વર્લ્ડ ટેલેન્ટ ઓફ એકસેલન્સ યુએસએ(World Talent of Excellence USA) દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે "હાથ ઝાલ્યો તો લીધા ઉગારી" ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું.
સ્વામિનારાયણ સંપ્રદાયનો દિવ્યાંગને સર્વાંગ બનાવવાનો આ પ્રયાસ સરાહનીય છે : રાજ્યપાલ