- જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
- લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસાદ વરસ્યો
- ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ
- બફારા અને ઉકળાટથી રાહત
ખેડા: છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ (cloudy weather) બાદ રવિવારે સવારથી ખેડા જિલ્લામાં નડિયાદ, ડાકોર, મહુધા, મહેમદાવાદ, કપડવંજ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ (rain) નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાતા બફારા અને ઉકળાટથી રાહત થઈ છે.
આ પણ વાંચો: Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ
સૌથી વધુ કપડવંજમાં વરસાદ
ખેડા જિલ્લામાં રવિવાર સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપડવંજ તાલુકામાં 23 mm, નડિયાદ તાલુકામાં 19 mm, ગળતેશ્વર તાલુકામાં 19 mm, મહેમદાવાદ તાલુકામાં 13 mm, મહુધા તાલુકામાં 12 mm, ઠાસરા તાલુકામાં 10 mm, વસો તાલુકામાં 10 mm,કઠલાલ તાલુકામાં 9 mm, માતર તાલુકામાં 9 mm તેમજ સૌથી ઓછો ખેડા તાલુકામાં 8 mm વરસાદ (rain) નોંધાયો છે.