ખેડા એલસીબીની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ખેડા ચોકડી પાસેથી એક શંકાસ્પદ રીક્ષાને રોકવામાં આવી હતી. જેમાં તપાસમાં રીક્ષામાં રહેલા ત્રણ ઈસમો પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે આધાર પુરાવા અને બિલ અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેને લઇ પોલીસે સઘન પૂછપરછ કરતા નડિયાદ પારસ સર્કલ પાસેથી એક મહિલાને રીક્ષામાં બેસાડી તેની બેગમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગની ધરપકડ
ખેડાઃ જિલ્લામાં રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી તેમનો કિંમતી સામાન ચોરતી ગેંગના ત્રણ આરોપીઓને ખેડા એલસીબી દ્વારા ખેડા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.
રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરતી ગેંગની 1,10,250નો મુદ્દામાલ સાથે ધરપકડ
જેને લઇ પોલીસ દ્વારા સલીમ ઉર્ફે સલ્લો શેખ, શમશેરખાન પઠાણ અને અબ્દુલ વહાબ શેખ ત્રણેય રહે દાણીલીમડા,અમદાવાદને ચોરીના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાના દાગીના,મોબાઈલ ફોન તેમજ રીક્ષા સહીત કુલ રૂ.1,10,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.