ખેડા : નડિયાદ ડિવિઝન સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, પીપલવાડાના 2 માણસો બાઈક પર દેશી તમંચા સાથે મીઠાના મુવાડાવાળા રસ્તેથી ડભાલી તરફ આવે છે. જેને લઇ પોલીસ દ્વારા ખાનગી વાહનમાં બેસી વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમ્યાન મીઠાના મુવાડા તરફથી બાઈક પર બંને ઈસમો આવતા પૂછપરછ કરી તપાસ કરવામાં આવી હતી.
ખેડાના ડભાલી પાસેથી દેશી તમંચા સાથે બે ઝડપાયા - નડિયાદ
ખેડા જીલ્લાના સેવાલિયા નજીક આવેલા ડભાલી ગામ પાસેથી નડિયાદ ડિવિઝન સ્ક્વોડ દ્વારા દેશી તમંચા અને બાઈક સાથે 2 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.
ખેડા
જેમાં મોહન ઉર્ફે પ્રવીણ રાઠોડ અને ભારત રાઠોડની જડતી લેતા મોહન રાઠોડ પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. જે હથિયારનો પાસ પરવાનો માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવ્યું હતુ. જેને લઇ પોલીસ દ્વારા તમંચો, બાઈક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સેવાલિયા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે.