ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણૂંક - સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણ

ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ નિર્ણય લઇ મેનેજર અને ડેપ્યુટી મેનેજરની નિમણુંક કરવામાં આવી છે. રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મેનેજરની જગ્યા ખાલી હોવાથી ઇન્ચાર્જ મેનેજરની કામગીરી ચલાવવામાં આવતી હતી.

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણુંક

By

Published : Oct 11, 2019, 11:49 PM IST

Updated : Oct 12, 2019, 8:22 AM IST

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી ખાલી પડેલી મેનેજરની જગ્યા ભરવામાં આવી છે. મંદિરનો બહોળો વહીવટ હોવાને લઈને ટેમ્પલ કમીટિ દ્વારા બે મેનેજરની નિમણૂક કરવામાં આવી છે.જેમાં મેનેજર તરીકે અરવિંદભાઈ મહેતા તથા ડાકોરના જે.પી.દવેની ડેપ્યુટી મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ડાકોરમાં ટેમ્પલ કમિટી દ્વારા નવા મેનેજરની નિમણૂંક

અરવિંદભાઈ મૂળ ડાકોરના વતની અને રિટાયર્ડ એસપી છે. હાલ વડોદરા ખાતે રહે છે.જ્યારે જે.પી. દવે પણ ડાકોરના રહેવાસી છે. તેઓ રિટાયર મામલતદાર છે.બંને મેનેજર મંદિરમાં પોતાની સ્વૈચ્છીક માનદ સેવા આપશે.તેઓએ પોતાની નિમણુંક કરી રણછોડરાયજીની સેવા કરવાની તક આપવા બદલ ખુશી વ્યક્ત કરી ટેમ્પલ કમિટીનો આભાર માન્યો હતો.

Last Updated : Oct 12, 2019, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details