નડિયાદ: નડિયાદ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ફી બાબતે થયેલી ગેરસમજ તેમજ કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના શિક્ષણ બગડે નહીં તે માટેના પગલા સહિતના મુદ્દાઓને લઈને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
નડિયાદ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું - નડિયાદ લોકડાઉન
નડિયાદ ખાતે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ફી બાબતે થયેલી ગેરસમજ તેમજ કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટેના પગલા સહિતના મુદ્દાઓને લઈને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી નડિયાદ શહેરની વિવિધ સ્વનિર્ભર શાળાના સંચાલકોએ કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહી અને તેમને સંપૂર્ણ શિક્ષણ મળી રહે તેની તકેદારી રાખી છે. તે માટે દરેક શાળા ઈ-ક્લાસ ચલાવે છે તથા ફરીથી ચાલુ થશે. દરેક સ્વનિર્ભર શાળાઓએ નક્કી કરેલું છે કે, જ્યારે પણ શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે ત્યારે દરેક શાળા વેકેશન અને રજાઓ શક્ય હશે તેટલી રદ કરી વિદ્યાર્થીઓનું ભણતર અને ઘડતર સંપૂર્ણપણે પૂર્ણ કરવા પ્રયાસ કરશે.
ફી બાબતમાં જે ગેરસમજ પ્રવર્તે છે તેમાં પણ દરેક શાળાઓ ખૂબ હકારાત્મક વલણ અપનાવી રહી છે. જેને લઈ દરેક શાળાઓએ વર્ષ 2020-21માં ફી વધારો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ત્રિ-માસિક ફી લેવાતી હોવા છતાં આ વર્ષે માસિક ફી પણ શાળાઓ સ્વીકારશે. લોકડાઉનના સમયગાળા દરમિયાન જે કોઈ વાલીને ખૂબ આર્થિક સંકડામણ હોય તે વાલી લેખિત અરજી કરશે તો શાળા તેમને હપ્તાથી ફી ભરવાની વ્યવસ્થા કરી આપશે.