ખેડા: સમગ્ર જિલ્લા સહિત નડિયાદમાં કોરોના પોઝિટિવના કેસમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નડિયાદ શહેરમાં રોજે રોજ નવા નવા પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. શનિવારે નડીયાદમાં 8 સહિત જિલ્લામાં 14 નવા કેસ નોધાયા છે. અત્યાર સુધી નડિયાદ શહેરમાં 169 જેટલા કેસ નોંધાયા છે.
નડિયાદમાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન માટે લોકોને અપીલ - નડિયાદમાં કોરોના
નડિયાદ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં 169 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેને પગલે નડિયાદ નગરપાલિકા દ્વારા 12:00 વાગ્યા પછી દુકાનો, ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. જેને લઈ સોમવારથી સમગ્ર નડિયાદ શહેરમાં સવારે 8થી 12 વાગ્યા સુધી જ તમામ બજારો અને દુકાનો ખુલ્લી રહેશે.
જિલ્લામાં વધતા કેસોને લઈ શહેરમાં વધુ એક કોરોના હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં સતત વધી રહેલા કેસના પગલે નડિયાદ નગરપાલિકા દ્વારા લોકોને સ્વૈચ્છિક 12:00 વાગ્યા પછી ધંધા-રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ સવારે 8થી 12 દરમિયાન જ ધંધા-રોજગાર ચાલુ રાખવા અંગે જણાવ્યું છે. જેને પગલે 13થી 20 જુલાઈ સુધી સમગ્ર શહેરમાં બપોરના 12 વાગ્યા પછી તમામ બજારો અને દુકાનો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 332 થઇ છે.