ખેડાઃ જિલ્લાના મુખ્યમથક નડિયાદના પશ્ચિમ વિસ્તારની નવદુર્ગા સોસાયટીમાં રહેતા એક 50 વર્ષીય વૃદ્ધ બિમાર થતા કેટલાક દિવસ અગાઉ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કોરોના જેવા લક્ષણો જણાતાં તેમનું સેમ્પલ લઇ કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, ત્યારે મંગળવારે રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
નડિયાદ શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો - નડિયાદમાં વધુ કોરોના પોઝિટિવ
ખેડા જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. 50 વર્ષીય વૃદ્ધને લક્ષણો જણાતા રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. જેને લઈ જીલ્લામાં પોઝીટીવ દર્દીની સંખ્યા 3 થઈ છે.
Nadiad News
આમ ખેડા જિલ્લામાં નડિયાદમાં વધુ એક પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે. જિલ્લામાં કુલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે તમામ નડિયાદ શહેરના છે અને એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, અગાઉ એક મહિલા અને એક પુરુષ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. શહેરમાં વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.