- વડતાલ સ્વામીનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ ઊજવાયો
- મર્યાદિત સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીમાં ઉત્સવ ઉજવાયો
- 11 હજાર કિલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો
ખેડા: જિલ્લાના વડતાલ મંદિર ખાતે આજ રોજ ભક્તિપૂર્ણ માહોલમાં અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 5-30 કલાકે મંગળા આરતી થઈ હતી, જ્યારે 7-00 કલાકે શણગાર આરતી થઈ અને બપોરે 11-45 કલાકે ગોવર્ધનપૂજન બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે અન્નકૂટ આરતી કરવામાં આવી હતી.
વડતાલ મંદિરમાં દીપોત્સવ સાથે અન્નકૂટ મહોત્સવ ઊજવાયો 20 બ્રાહ્મણો દ્વારા 108થી વધુ વાનગીઓ તૈયાર કરાઈ
મંદિરમાં છેલ્લા 10 દિવસથી 20 જેટલા બ્રાહ્મણો વિવિધ વાનગીઓ બનાવી રહ્યા હતા. રાત દિવસના પુરુષાર્થથી 108થી વધુ વાનગીઓ બનીને તૈયાર થઈ ત્યારે ભગવાન સમક્ષ ધરાવવાની સેવા ન્યાલકરણ ગ્રુપ બરોડાના યુવકોએ કરી હતી. 11,000 કીલો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો.
વડતાલ મંદિરમાં દીપોત્સવ સાથે અન્નકૂટ મહોત્સવ ઊજવાયો મંદિરમાં આશીર્વાદ સભા યોજવામાં આવી
આજે ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત સ્વામી, ધર્મજીવન સ્વામી, મુનિવલ્લભ સ્વામીના સાંનિધ્યમાં આશીર્વાદ સભા યોજવામાં આવી હતી. જેમાં બ્રહ્મસ્વરૂપ સ્વામીએ નવા વર્ષે જીવનમાં નવો ઊજાસ પથરાય એવા આશીર્વાદ પાઠવ્યા હતા. ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી અને આચાર્ય મહારાજે પણ દીપોત્સવની શુભેચ્છા સાથે નૂતનવર્ષના આશીર્વાદ પાઠવ્યા હતા. આ સમગ્ર ઊત્સવની તૈયારી શ્યામવલ્લભ સ્વામી , માનસ સ્વામી વગેરે સંતોએ કરી હતી.