ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લાની આંગણવાડી બેહનોએ કોરોના યોદ્ધા તરીકે સરાહનીય કામગીરી કરી - ખેડા જિલ્લાની આંગણવાડી બેહનોએ કોરોના યોદ્ધા તરીકે સરાહનીય કામગીરી કરી

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારે સંકલિત બાળ વિકાસ યોજના (આઇ.સી.ડી.એસ.) હેઠળ ખેડા જિલ્લામાં 15 આઇસીડીએસ ઘટકો હેઠળ કુલ-1979 આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો દ્વારાં આ કપરા સમયમાં પણ કોરોના વિરૂદ્ધીની જંગમાં ICDS ના કોરોના યોદ્ધા તરીકે પોતાની ફરજો નિષ્‍ઠાપૂર્વક અદા કરી ઉત્કૃષ્‍ટ ઉદાહરણ પુરૂં પાડી રહ્યા છે.

ખેડા જિલ્લાની આંગણવાડી બેહનોએ કોરોના યોદ્ધા તરીકે સરાહનીય કામગીરી કરી
ખેડા જિલ્લાની આંગણવાડી બેહનોએ કોરોના યોદ્ધા તરીકે સરાહનીય કામગીરી કરી

By

Published : Apr 21, 2020, 7:03 PM IST

ખેડા:નોવેલ કોરોના વાઇરસ (Covid-19) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન બાદ યોજવામાં આવેલા જિલ્લાના તમામ કુટુંબોના આરોગ્ય વિષયક ડોર ટુ ડોર રેપીડ સર્વેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આશા બહેનો સાથે મળીને કુલ-14,54,865 વ્યકિતઓની તપાસ કરવામાં આવી હતી.

જેમાંથી શરદી, ઉઘરસ, તાવના લક્ષણો ધરાવતી 7854 પૈકી 6927 વ્યકિતઓને સારવાર આપવામાં આવી છે.. સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓ જેવા કે, 7માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ તથા કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર ઉપરથી દૈનિક પુરક પોષણ તરીકે ટેક હોમ રાશન (THR) તેમજ 3 થી 6 વર્ષના બાળકોને ગરમ નાસ્તો આંગણવાડી કેન્દ્રથી આપવામાં આવતો હોય છે. જોકે લોકડાઉનની પરિસ્થિતિમાં આ લાભાર્થીઓ પુરક પોષણના લાભથી વંચિત ન રહે અને તેઓનું પોષણ સ્તર જળવાઇ રહે તે હેતુસર આંગણવાડી કાર્યકર બહેનો દ્વારાં નેશનલ ફુટ સિકયોરીટી એકટ (NFSA) 2013 અન્વયે ટેક હોમ રાશન (THR) તરીકે જિલ્લાના 6 માસથી 3 વર્ષના 72555 બાળકોને બાલશકિત પેકેટ,13331 સગર્ભા મહિલાઓ તથા 17581 ધાત્રી માતાઓને માતૃશકિત પેકેટ,43473 કિશોરીઓને પૂર્ણાશકિત પેકેટનું લાભાર્થીઓના ઘરે જઇને વિતરણ કરવામાં આવ્યું છે.

ઉપરાંત 3 થી 6 વર્ષના 90366 બાળકોને ગરમ નાસ્તાની અવેજીમાં ટેક હોમ રાશન (THR) તરીકે બાલશકિત પેકેટનું વિતરણ લાભાર્થીઓના ઘરે જઇને કરવામાં આવ્યું છે. તેમજ આ કામગીરીમાં આંગણવાડી તેડાગર બહેનો પણ મદદરૂપ થયેલ છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રનું શૈક્ષણિક કાર્ય મોકુફ હોવાથી આંગણવાડીની અન્ય પ્રવૃત્તિઓ મોકુફ હોવાથી 3 થી 6 વર્ષના આંગણવાડીમાં આવતા બાળકો પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તથા તે બાળકોને પ્રવૃત્તિમય રાખી શકાય તે હેતુસર બાળકોની પૂર્વ પ્રાથમિક શિક્ષણ કીટ તરીકે રમત ગમત ભાગ-1ય2 પુસ્તિકા તથા ચિત્રપોથી લાભાર્થી બાળકોના ઘરે જઇને વિતરણ કરવાની કામગીરી કરવામાં આવી છે.

આ કાર્ય આંગણવાડી કાર્યકર,તેડાગર બહેનો દ્વારા કરવામાં આવ્યું છે.જેથી બાળકને મનોસામાજીક રીતે પણ આનંદમાં રહેવામાં મદદરૂપ થાય.તેમજ આંગણવાડીની પ્રવૃત્તિઓ તેમજ આપવામાં આવતી શૈક્ષણિક સામગ્રીથી બાળક જાણકાર થાય અને તેનું મહત્વ સમજે.

જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન થકી જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના યોજના અધિકારીઓ,મુખ્ય સેવિકા બહેનો તથા પોષણ અભિયાનની ટીમની સાથે રહીને જિલ્લાના અતિકુપોષિત બાળકો, સગર્ભા મહિલા, ધાત્રી માતા તથા એનેમિક કિશોરીઓની ગૃહ મુલાકાત કરીને વિશેષ તકેદારીના ભાગરૂપે કોરોના વાઇરસથી સુરક્ષિત રહેવા માટે સરકાર તરફથી સુચવવામાં આવતી સુચનાઓનો અમલ કરવા, અંગત સ્વચ્છતા જાળવવા, આરોગ્ય તથા પોષણ સંબંધિત સલાહ-માર્ગદર્શન આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details