ખેડાઃ નડિયાદ અને ડાકોરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઈમેમો આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ લગાવાયેલા અત્યાધુનિક CCTV કેમેરાઓનું સઘન અને રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવા માટે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં અત્યાધૂનિક સાધનોથી સજ્જ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવાનો તથા શોધવાનો તેમજ ટ્રાફિક નિયમન અમલીકરણ કરવાનો છે.
નડિયાદ શહેરમાં 16 ફેબ્રુઆરીથી ઈ મેમો ઈસ્યુ કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ત્રણ સવારી,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી,વાહનમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ કરવો,રીક્ષામાં આગળ બેસવું સહિતના વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ નિયમ ભંગ કરનાર વાહન ચાલકને તેના ફોટો અને વાહન રજિસ્ટ્રેશન સહિતની વિગતો વાહન માલિકને મોકલી આપવામાં આવશે.