- રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું
- જન્માષ્ટમી પર્વને લઈ ભારે ઉત્સાહ
- 200ની સંખ્યામાં ભાવિકોને દર્શન માટે મંદિરમાં પ્રવેશ અપાશે
ખેડા:સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભારે ઉલ્લાસ અને ભક્તિ ભાવપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ડાકોર ખાતે હાલ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેને લઈ મંદિરને રંગબેરંગી આકર્ષક રોશનીથી સજાવવામાં આવ્યું છે. યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહ અને ધામધૂમ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:પાટણમાં ઉજવાય છે અનોખી જન્માષ્ટમી, જાણો શું છે પાટલા કાનુડાનું અનેરૂ મહત્વ, માત્ર એક ક્લિકમાં...
રણછોડરાયજી મંદિર રોશનીથી ઝળહળ્યું
ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર મંદિર પરિસરને ઝગમગાટ અને આકર્ષક ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવવા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે.