- હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ આવી પહોંચી
- ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
- ક્ષતિગ્રસ્ત હેલકોપ્ટરની રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
ખેડા : ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું શનિવારની સાંજે નડિયાદ નજીકના વિણા ગામ પાસે ખેતરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર અમદાવાદ જઈ રહ્યું હતું. જે દરમિયાન અચાનક તેમાં કોઈ ક્ષતિ જણાઈ આવી હતી. જેને કારણે તેનું ખેતરમાં સલામત રીતે ઉતરાણ કરવામાં આવ્યું હતું.
આર્મીના હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ ખેડા પહોંચી હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ આવી પહોંચી
ખેતરમાં ઉતારાયેલા હેલિકોપ્ટરની રિપેરિંગની કામગીરી માટે શુક્રવારે બેંગલુરુથી હેલિકોપ્ટર દ્વારા ટેકનિશિયનની ટીમ નડિયાદ ખાતે આવી પહોંચી હતી. જે નડિયાદ ખાતેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ઉતરી ત્યાંથી આર્મીના ટ્રક મારફતે વીણા ગામે પહોંચી હતી. જ્યાં ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરની રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આર્મીના હેલિકોપ્ટરને રિપેર કરવા બેંગલુરુથી ટેકનિશિયનની ટીમ ખેડા પહોંચી ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું
કેવડિયા ખાતે આયોજીત કમાન્ડર્સ કોન્ફરન્સમાંથી આર્મીના અધિકારીઓ અમદાવાદ પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન સાંજના સમયે હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ક્ષતિ જણાઈ હતી. જેને લઈ સમય સૂચકતા વાપરી વીણા ગામ નજીક ખેતરમાં હેલિકોપ્ટરનું સલામત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેમાં આર્મીના બે અધિકારીઓ સહિત 6 લોકોની ટીમ સવાર હતી.