ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું - ખેડાના ખેડૂતો

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એકત્ર થઈ ખાતરના ભાવ વધારાનો વિરોધ નોંધાવ્યો હતો. જે મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી ખાતરનો ભાવ ઘટાડવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.

ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું
ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

By

Published : May 18, 2021, 12:49 AM IST

  • ખાતરના ભાવ વધારાને લઈ આવેદનપત્ર આપ્યું
  • ડીઝલનો પણ ભાવ ઘટાડાય તેવી માગ
  • કોવિડ ગાઈડલાઈન સાથે ટેકાની ખરીદી અને APMC શરૂ કરવા પણ રજૂઆત
    ખાતરના ભાવ વધારાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

ખેડાઃ ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સોમવારે રાજ્યભરમાં રાષ્ટ્રીયકૃત બેન્ક ધિરાણની મુદ્દત વધારવા માટે અને ખાતરના ભાવ વધારા સામે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ઠાસરા તાલુકાના ખેડૂતો દ્વારા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ પણ વાંચોઃ મોબાઇલ ડિલર એસોસીએશને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દુકાન ખોલવાની કરી માંગ

ખાતર અને ડીઝલના ભવ ઘટાડવાની માગ

હાલ રાસાયણિક ખાતરમાં 60 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ ભાવ વધારા પછી પણ ઘણી જગ્યાએ ખાતર ના મળવાની ફરિયાદો પણ ઉઠી છે, ત્યારે ખાતર અને ડીઝલનો ભાવ ઘટાડવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કોવિડ ગાઈડલાઈન સાથે ટેકાની ખરીદી અને APMC શરૂ કરવા પણ રજૂઆત

કોરોનાને કારણે ઉપસ્થિત થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી ધીમે ધીમે સંપૂર્ણ સલામતી અને ગાઈડલાઈન સાથે ટેકાની ખરીદી અને APMC શરૂ કરવા વિચારવાની પણ રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details