ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુધા તાલુકા વિકાસ અધિકારી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયુ

ખેડા જિલ્લાના મહુધાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા સત્તાનો દૂરૂપયોગ કરી ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જે બાબતે મહુધા તાલુકાના સરપંચો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

મહુધા તાલુકા વિકાસ અધિકારી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયુ
મહુધા તાલુકા વિકાસ અધિકારી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયુ

By

Published : Dec 29, 2020, 12:20 PM IST

  • તાલુકા વિકાસ અધિકારી સત્તાનો દૂરૂપયોગ કરી ખોટી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપા
  • તાલુકાના સરપંચો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
  • તાનાશાહીથી તાલુકાનો વિકાસ અટકી ગયો હોવાનો આક્ષેપ

ખેડાઃ મહુધાના તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા સત્તાનો દૂરૂપયોગ કરી આપખુદશાહી વર્તન કરીને ખોટી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપને લઈ જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ કલેકટરને મહુધા તાલુકાના સરપંચો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અગાઉ તેમની કામગીરીને લઈ 25 સરપંચોએ રાજીનામા આપ્યા હોવાથી તેની રીસ રાખતા હોવાનો આક્ષેપ

આવેદનપત્રમાં તાલુકા વિકાસ અધિકારી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, અગાઉ તેમની કામગીરી સામે 25 સરપંચોએ રાજીનામા આપી વિરોધ કર્યો હતો. તેની રીસ રાખી તાલુકા વિકાસ અધિકારી સરપંચો, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત સભ્યો કે કર્મચારી કોઈ પ્રકારની રજૂઆત કરે તો એમને ખોટી રીતે ધમકાવી ખોટી તપાસ કરવાની, મીટિંગમાં ફરજિયાત હાજર રહેવાની ફરજ પાડે છે અને ગેરહાજર રહે તો એક તરફી છૂટા કરવાની તથા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપે છે.

મહુધા તાલુકા વિકાસ અધિકારી હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર અપાયુ

તાનાશાહીથી તાલુકાનો વિકાસ અટકી ગયો હોવાનો આક્ષેપ

તાલુકા વિકાસ અધિકારીની તાનાશાહી આપખુદશાહી કામગીરી કરવાની પદ્ધતિથી તાલુકાનો વિકાસ અટકી ગયો છે. જેમાં 15 ટકા વિવેકાધીન, એટીવીટી સરકારની દરેક યોજના ખોરંભે પડી ગઈ છે. મહુધા તાલુકાના સરપંચોનો આક્ષેપ છે કે, કોઈપણ યોજનાના કામની મંજૂરી, પૂર્ણ કરવાનો સમય તાલુકા વિકાસ અધિકારી જાતે નક્કી કરે છે. તેમાં સરકારની ગાઇડલાઇન પ્રમાણે નહીં, પરંતુ કોરોના વાઇરસના સમયમાં તેની સમય મર્યાદા વધારવાની જગ્યાએ પૂર્ણ કરવાનો સમય ઓછો કરી આપે છે. પોતે પાસ કરેલા બિલો જિલ્લામાં પાસ થઈ આવે તો તેના ચૂકવણા કરવાની જગ્યાએ ફાઈલ પર સૂચનો લખી મૂકી રાખવામાં આવે છે. તેમજ પર્સનલ બોલાવી પોતાના અંગત લોકોના બિલોની ચુકવણી કરી બીજા મૂકી રાખવામાં આવે છે. મહુધા તાલુકામાં દરેક યોજનાના બિલો એસબીએમ, 14મું નાણાપંચ, 15 ટકા વિવેકાધીન જેની વહીવટી મંજૂરી ના આપવી, વર્ક ઓર્ડર ન આપી કામ પૂર્ણ થયું હોવા છતાં બિલ ન ચૂકવી કેટલી જગ્યાએ પોતાની મનપસંદ એજન્સી લાવી કામો કરાવી વહેલું ચુકવણું કરવું. સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહી કરતા આ તાલુકા વિકાસ અધિકારીનું કામ વિનાશકારી થઈ રહ્યું છે. પોતાની વાહવાહીના કારણે મન ફાવે તેમ વહીવટ કરી તાલુકાનો વિકાસ રૂંધવાની કામગીરી કરાઇ રહી છે. જેવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details