નેશ ગામના પીકઅપ સ્ટેન્ડ પાસે પસાર થઇ રહેલી એક ઇકો કારને બેફામ ગતિએ આવતા ડમ્પરે ધડાકાભેર ટક્કર મારી હતી. જેને લઇ કારનું પડખું ડમ્પરના પાછળના ટાયરમાં ફસાતા કાર ઢસડાઈ ગઈ હતી. ઘટનાને પગલે કારમાં સવાર તેમજ પીકઅપ સ્ટેન્ડ પર ઉભેલા લોકોના જીવ પડીકે બંધાયા હતા. કાર ઢસડાતા લોકોએ બુમાબુમ કરતા ડમ્પર ચાલકે બ્રેક મારી હતી. સદનસીબે કારમાં બેઠેલા 5 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો.
ખેડામાં ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 લોકોનો આબાદ બચાવ - khd
ખેડાઃ જીલ્લાના ઠાસરા તાલુકાના નેશ પીકઅપ સ્ટેન્ડ પાસે બેફામ ગતિએ જઇ રહેલા રેતી ભરેલા ડમ્પરે ઇકો કારને ટક્કર મારી કારને ઢસડતા ફિલ્મી સ્ટન્ટના દ્રશ્યો સર્જાયા હતા. ટક્કરને લઇ કારને નુકશાન થયું હતું. જયારે કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.
![ખેડામાં ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 5 લોકોનો આબાદ બચાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3111857-thumbnail-3x2-kk.jpg)
સ્પોટ ફોટો
ખેડામાં ડમ્પરે ઇકો કારને મારી ટક્કર
મહત્વનું છે કે ઠાસરા પંથકમાં રેત માફિયાઓ ધાક જમાવી રહ્યા છે. રેતી વાહન કરતા ડમ્પરો બેફામ બની અવારનવાર અકસ્માતો સર્જે છે. ત્યારે ડમ્પર ચાલકો પર તંત્ર દ્વારા લગામ કસવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.