ખેડાઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થ વડતાલધામ ખાતે આજે આમ્રોત્સવ યોજવામાં આવ્યો હતો. દેવોને કેસરચંદન વાઘા સાથે કેસર કેરીઓથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.
વડતાલધામમાં આજે આમ્રોત્સવ ઉજવાયો - latest news of kheda
સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ તીર્થ વડતાલધામ ખાતે આજે આમ્રોત્સવ યોજવામાં આવ્યો હતો. દેવોને કેસરચંદન વાઘા સાથે કેસર કેરીઓથી પણ વિભૂષિત કરવામાં આવ્યા હતા.
વડતાલ
જોકે, હાલ લોકડાઉનને લઈને મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ છે. પરંતુ નિત્યક્રમ મુજબની સેવાપૂજા નિયમિત કરવામાં આવે છે. આજરોજ મંદિર ખાતે પરંપરાનુસાર આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દેવોને કેસર કેરીઓથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે મંદિર જાહેર દર્શન માટે બંધ હોય તે સંજોગોમાં આજના આમ્રોત્સવના દર્શન પણ મંદિરની વેબસાઈટ પર જ ભાવિકો નિહાળી શકશે.