- કોરોનાના વધતા સંક્રમણને લઈ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
- 28 એપ્રિલથી 5 મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપારી પ્રવૃત્તિ બંધ
- જીલ્લામાં વિવિધ નિયંત્રણો લાગુ
ખેડા: જીલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેને લઈ નડીયાદ શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે .જેમાં મંગળવારે જાહેરનામું બહાર પાડી નડીયાદ શહેરમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખી કલેક્ટર દ્વારા આવશ્યક સેવા સિવાયની તમામ વેપારી પ્રવૃત્તિ દુકાનો,બજારો બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ખેડામાં 5 મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપારી પ્રવૃત્તિ બંધ
ખેડા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું
ખેડા કલેક્ટર બહાર પાડેલા જાહેરનામામાં કોરોના સંક્રમણની વધતી જઈ રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી નડીયાદ શહેરમાં વિવિધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.
જેમાં 28 એપ્રિલથી 5 મે સુધી તમામ શોપિંગ કોમ્પલેક્ષ, લારી ગલ્લા, દુકાનો , મોલ,કોચિંગ સેન્ટર,જિમ બંધ રાખવાનો આદેશ કરાયો છે, તેમજ આવતીકાલથી આવશ્યક ચીજ વસ્તુઓ,મેડિકલ ઇમરજન્સી સેવાઓ સિવાય અન્ય કોઈ પણ આર્થિક અને વેપારી પ્રવુતિ કરતી દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ખેડામાં 5 મે સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ વેપારી પ્રવૃત્તિ બંધ આ પણ વાંચો : સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થતા પાટણના બજારો એક સપ્તાહ બાદ ફરી ધમધમી ઉઠ્યા
જીલ્લામાં વિવિધ નિયંત્રણો લાગુ
આ સિવાય જીલ્લામાં લગ્નનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત અને લગ્ન પ્રસંગમાં 50 વ્યક્તિની મંજૂરી રહેશે. અંતિમક્રિયામાં 20 વ્યક્તિની મંજૂરી રહેશે. સરકારી,અર્ધ સરકારી કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે.સાથે જ જીલ્લામાં તમામ કાર્યક્રમો,મેળાવડા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તમામે માસ્ક, સામાજિક અંતર સહિતના કોવિડ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.