ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાકોરના ઠાકોરના પૂનમ દર્શનઃ છ માસ બાદ ભાવિકોએ પૂનમના દિવસે રાજાધિરાજના દર્શન કર્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે શુક્રવારે શરદ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લોકડાઉન પછી છેલ્લા છ મહિના બાદ આજે પૂનમના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

By

Published : Oct 30, 2020, 8:19 PM IST

ડાકોરના ઠાકોરના પૂનમ દર્શનઃ છ માસ બાદ આજે ભાવિકોએ રાજાધિરાજના પૂનમે દર્શન કર્યા
ડાકોરના ઠાકોરના પૂનમ દર્શનઃ છ માસ બાદ આજે ભાવિકોએ રાજાધિરાજના પૂનમે દર્શન કર્યા

  • આજે ભાવિકોએ કર્યા પૂનમના દર્શન
  • રણછોડરાયજી મંદિરમાં ભાવિકો માટે દર્શન ખુલ્યાં
  • ભક્તોએ રાજાધિરાજના દર્શન કરી ધન્યતા અનુભવી

ડાકોરઃ રણછોડરાયજી મંદિર મેનેજમેન્ટ દ્વારા આજથી પૂનમે ભાવિકો માટે દર્શન દ્વાર ખુલ્લા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ છ માસ બાદ આજે ભાવિકોએ રાજાધિરાજની પૂનમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારથી જ ઓનલાઈન બુકિંગ કરાવેલા ભાવિકોને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિરમાં આજે શરદપૂર્ણિમાની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિત્તે ભગવાન રણછોડરાયજીને પૌરાણિક મુગટ ધારણ કરાવાયો છે. જેની હાલ કરોડોમાં કિંમત થવા જઈ રહી છે.

લોકડાઉન પછી છેલ્લા છ મહિના બાદ આજે પૂનમના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી
  • આજે શ્રીજી મહારાજને દૂધપૌંવાનો પ્રસાદ

શરદ પૂનમ હોવાથી આજે શ્રીજી મહારાજ દૂધ પૌવાનો પ્રસાદ આરોગી તેમ જ ગોપીઓ સાથે ચાંદીના દાંડિયાથી રાસલીલા પણ કરશે તેવું આબેહૂબ પ્રતિકૃતિ શ્રીજીના સેવક દ્વારા કરાઈ છે. ડાકોર મંદિરમાં પૂનમના દર્શનનો વિશેષ મહિમા ડાકોર રણછોડરાયજી મંદિરમાં પૂનમના દર્શનનો વિશેષ મહિમા રહેલો છે.જેને લઈ દર માસની પૂનમે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે દર્શન માટે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે છેલ્લાં છ માસથી મંદિરમાં પૂનમના દર્શન બંધ રાખવામાં આવ્યાં હતાં. જે આજથી ભાવિકો માટે પૂનમે દર્શન દ્વાર ખુલ્લા કરવામાં આવ્યાં છે.

રણછોડરાયજી મંદિરમાં ભાવિકો માટે દર્શન ખુલ્યાં

ABOUT THE AUTHOR

...view details