ખેડા : વિશ્વવ્યાપી કોરોના મહામારીએ તમામ ક્ષેત્રોને પ્રભાવિત કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે મહામારીના કહેરથી રક્ષણ માટે શાળા કોલેજો બંધ રાખવાની ફરજ પડી રહી છે. જેને પગલે લાંબા સમયથી શિક્ષણ સંસ્થાઓ બંધ છે. વિદ્યાર્થીઓ ઘરેબેઠા અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે કોરોનાના આ કહેર અને લાંબા વેકેશન વચ્ચે કેટલાક બાળકો દ્વારા ઉદાહરણીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ બાળકો દ્વારા સતર્કતા સાથે લોકડાઉનના પ્રથમ તબક્કામાં શાળાઓ બંધ થવાની સાથે જ કોરોના સામે રક્ષણ માટે પોતાની જાતે જ શીખીને યોગ અને ધ્યાન કરવામાં આવી રહ્યા છે.
કોરોના સામે બાળકોની યોગ અને ધ્યાનની ઉદાહરણીય પ્રવૃત્તિ - corona
હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તેમજ વિશ્વ યોગ દિવસ પણ આવી રહ્યો છે. ત્યારે કોરોના સામે રક્ષણ માટે બાળકો દ્વારા જાતે જ ધ્યાન અને યોગ કરવામાં આવી રહ્યા છે. બાળકો ધ્યાન યોગ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા સહિત વેકેશનનો સદ્ઉપયોગ કરી રહ્યા છે. જે અન્ય બાળકો માટે ઉદાહરણરૂપ પ્રવૃત્તિ બની રહી છે.
કોરોના સામે બાળકોની યોગ ધ્યાનની ઉદાહરણીય પ્રવૃત્તિ
હાલ, કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, વિશ્વ યોગ દિવસ પણ નજીકમાં છે. ત્યારે આ બાળકો દ્વારા સમયનો સદુપયોગ કરી ઓનલાઈન અભ્યાસની સાથે કોરોના સામે રક્ષણ માટે રોજ નિયમિત સવાર સાંજ યોગ અને ધ્યાન કરવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, હજી સ્કૂલમાં લાંબુ વેકેશન છે, ત્યારે આ બાળકોના સમયના સદુપયોગ સાથે સ્વાસ્થ્યની જાળવણીની પ્રવૃત્તિ અન્ય બાળકો માટે પણ ઉદાહરણરૂપ બની રહી છે.