ખેડાઃ જિલ્લાના નડિયાદ મહુધા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર ઝાડ સાથે અથડાતા ડ્રાઇવર અને ક્લિનરનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજ્યું હતું. ઘટના સંદર્ભે મહુધા પોલીસને જાણ થતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નડિયાદ મહુધા રોડ પર ઝાડ સાથે ટ્રેલર અથડાતા અકસ્માત, 2ના મોત - Kheda Accident News
ખેડા જિલ્લાના નડિયાદ મહુધા રોડ પર એક અસ્માત સર્જાયો હતો. ટ્રેલર ઝાડ સાથે અથડાતા ડ્રાઇવર અને ક્લિનરનું ઘટના સ્થળે જ મૃત્યું નિપજ્યું હતું. મહુધા પોલીસને ઘટનાની જાણ થતા કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ મહુધા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં વહેલી સવારે નડિયાદથી મોડાસા તરફ સળિયા ભરેલું એક ટ્રેલર જઈ રહ્યું હતું. જે દરમિયાન ચાલકે અચાનક સ્ટેેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડ પરથી ઉતરી ટ્રેલર ઝાડ સાથે ભટકાયું હતું.
ઝાડ સાથે ધડાકાભેર ભટકાતા કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કેબિનમાં રહેલા ડ્રાઈવર અને ક્લિનરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ કરવામાં આવતા મહુધા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી ક્રેઈનની મદદથી ટ્રેલર તેમજ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બંને મૃતદેહોને PM માટે મોકલી અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.