ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદ પાસે ટ્રક-બસ વચ્ચે અકસ્માત, ટ્રકમાં ફસાયેલા 3 લોકોનો બચાવ - નડીયાદ પાસે ટ્રક-બસ વચ્ચે અકસ્માત

નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા ગુતાલ પાટીયા પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ટ્રકમાં રહેલા ત્રણ વ્યક્તિ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડ તેમજ જીલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન કરી એક કલાકની જહેમત બાદ ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કઢાયા હતા.

અકસ્માત
અકસ્માત

By

Published : Aug 21, 2020, 10:50 AM IST

નડિયાદ :નડિયાદ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર આવેલા ગુતાલ પાટીયા પાસે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત સર્જાતા ટ્રકમાં રહેલા ત્રણ વ્યક્તિ ટ્રકની કેબિનમાં ફસાઈ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડ તેમજ જીલ્લા ટ્રાફિકની ટીમ દ્વારા રેસ્કયુ ઓપરેશન કરી એક કલાકની જહેમત બાદ ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કઢાયા હતા.

નડીયાદ પાસે ટ્રક-બસ વચ્ચે અકસ્માત

નડિયાદ નજીક આવેલા ગુતાલ પાટીયા પાસે નેશનલ હાઇવે નંબર 8 પર ગઇકાલે રાત્રીના રોજ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર સાઈડમાં ઉભી રહેલી લક્ઝરી બસની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ડ્રાઈવર, કલીનર સહિત ત્રણ લોકો ટ્રકની કેબિનમાં ફસાઈ ગયા હતા. જે ઘટનાની જાણ કરવામાં આવતા નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ, જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી.

ટ્રક માંથી 3 વ્યક્તિ ફસાતા રેસ્કયુ કરી બહાર કઢાયા

નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ નડિયાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ફસાયેલા ત્રણેય વ્યક્તિઓને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.અકસ્માતમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ટ્રક માંથી 3 વ્યક્તિ ફસાતા રેસ્કયુ કરી બહાર કઢાયા

લકઝરી બસ પોરબંદરથી મુંબઇ જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બસમાં 24 વ્યક્તિઓ સવાર હતા.

ABOUT THE AUTHOR

...view details