ગુજરાત

gujarat

ETV Bharat / state

નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત - Nadiad News

ખેડા જિલ્લાના નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 વ્યક્તિના મોત થયા હતા.

નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત
નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત

By

Published : Jul 12, 2020, 10:09 PM IST

ખેડા: નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પીકઅપ વાન અને ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘટના સ્થળે બે વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા હતા.

નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રવિવારના રોજ જોરાપુરા પાસે ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

એક્સપ્રેસ હાઈવે પર જઈ રહેલા પીકઅપ વાનને પાછળથી આવી રહેલી ST બસે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.બસે ટક્કર મારતા પીકઅપ વાન પલટી ખાઈ ગઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ઘટના અંગે જાણ કરવામાં આવતા 108ની ટીમ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત ઘટના સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નડીયાદ નજીક ST બસ અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 2ના મોત

ABOUT THE AUTHOR

...view details