- ઊભેલી ટ્રકમાં ધડાકાભેર બસ અથડાઈ
- જોરદાર અથડામણને લઈ બસ અડધી ચીરાઈ
- 2ને ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ ખસેડાયા
ખેડા : અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ખેડા જિલ્લાના કઠલાલના અનારા પાસે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 32 જેટલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જોરદાર અથડામણને કારણે બસ અડધી ચીરાઈ ગઈ હતી.
ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માત ઊભેલી ટ્રકમાં ધડાકાભેર બસ અથડાઈ
આજરોજ જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નંબર GJ 18 Z 3754 ઊભી રહેલી એક ટ્રક સાથે ઘડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન, બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. અથડામણ એટલી જોરદાર હતી કે, બસનું પડખું ચીરીને ટ્રક બસમાં અડધે સુધી ઘુસી ગઈ હતી. અકસ્માત બાદ ક્રેનની મદદથી બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.
ખેડામાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માત 32 વ્યક્તિને ઇજા, કોઈ જાનહાનિ નહી
અકસ્માતમાં 32 જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બસના કંડક્ટર અને એક પ્રવાસીને ગંભીર ઈજાને લઈ અમદાવાદ ખાતે રિફર કરાવામાં આવ્યા છે. અકસ્માત અંગે જાણ કરાતા કઠલાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.