- 2 ખાનગી બસો વચ્ચેના અકસ્માતમાં કાર સેન્ડવીચ બની
- કારનો કચ્ચરઘાણ સામે 2નો આબાદ બચાવ કરાયો
- ખાનગી બસ ચાલકને સામાન્ય ઈજા
ખેડા: ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વડથલ નજીક રેલવે ફાટક પાસે ખાનગી લકઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં, કારમાં 2 વ્યક્તિ સવાર થઈ મહેસાણા જઈ રહ્યા હતા. જે દરમિયાન આગળ જઈ રહેલી ખાનગી બસે અચાનક બ્રેક મારતા અલ્ટો કાર ચાલકે પોતાની કાર ધીમી કરી હતી. આ દરમિયાન, પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસે ધડાકાભેર કારને ટક્કર મારી હતી.
ખેડામાં ખાનગી બસે ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ આ પણ વાંચો:પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા
2 ખાનગી બસો વચ્ચે કારનો કચ્ચરઘાણ
2 બસ વચ્ચે અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, સદનસીબે કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. બન્નેને નહિવત્ ઈજા પહોંચી હતી. પાછળથી કારને ટક્કર મારી બસ ફાટકની રેલિંગ સાથે અથડાતા ચાલકને પગમાં સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે મહુધા પોલિસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડામાં ખાનગી બસે ધડાકાભેર ટક્કર મારતા કારનો કચ્ચરઘાણ આ પણ વાંચો:ગોચનાદ નજીક એક્ટિવા સવાર બે બહેનોને ટ્રકે ટક્કર મારતા એકનું મોત, એક ગંભીર
મહુધા ડાકોર રોડ પર બેફામ બનીને દોડતી ખાનગી બસો
ગોધરા અને ડાકોરથી અમદાવાદ વચ્ચે રોજિંદી દોડતી ખાનગી બસો ધંધાકીય હરીફાઈને લઈ બેફામ બને છે. દિવસ રાત બેરોકટોક પૂરપાટ વેગે દોડતી આ બસો અવારનવાર જીવલેણ અકસ્માત સર્જે છે. ત્યારે, બેફામ બનેલી ખાનગી બસો પર નિયંત્રણ મુકવા પણ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.