ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના કહેર વચ્ચે પોષણક્ષમ આહાર ઘર ઘરે પહોંચાડતી આંગણવાડીની બહેનો 

લોકડાઉનને પગલે ખેડા જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ દુકાનો, બજારો સહીત અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજ અને આંગણવાડી પણ બંધ છે, ત્યારે સરકાર દ્વારા આંગણવાડીના બાળકો તેમજ કિશોરીઓ અને સગર્ભા મહિલાઓને દર મહિને આપવામાં આવતા પોષણક્ષમ આહાર ઘરે ઘરે પહોચાડવામાં આવી રહ્યો છે.

By

Published : Mar 27, 2020, 6:57 PM IST

કોરોનાના કહેર વચ્ચે પોષણક્ષમ આહાર ઘર ઘરે પહોંચાડતી આંગણવાડીની બહેનો
કોરોનાના કહેર વચ્ચે પોષણક્ષમ આહાર ઘર ઘરે પહોંચાડતી આંગણવાડીની બહેનો

ખેડાઃ સરકાર દ્વારા બાળકો, કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી મહિલાઓને જરૂરી પોષણ મળી રહે તે માટે પોષણક્ષમ આહારનું આંગણવાડી મારફતે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જે દર મહિને સામાન્ય રીતે આંગણવાડી કેન્દ્ર આપવામાં આવતું હોય છે, પરંતુ હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને આંગણવાડીની બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને લાભાર્થીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે.

કોરોનાના કહેર વચ્ચે પોષણક્ષમ આહાર ઘર ઘરે પહોંચાડતી આંગણવાડીની બહેનો

આંગણવાડી કાર્યકરો દ્વારા આરોગ્યલક્ષી સર્વે પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં કોઈ બીમાર જણાય તો તેને તાત્કાલિક સરકારી દવાખાને પહોંચાડાય છે. તેમજ લોકોને કોરોના અંગે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના કહેર વચ્ચે પોષણક્ષમ આહાર ઘર ઘરે પહોંચાડતી આંગણવાડીની બહેનો

ABOUT THE AUTHOR

...view details