- ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો ઉમટ્યા
- જિલ્લામાં 5 નગરપાલિકાઓ માટે અંતિમ દિવસે કુલ 163 ફોર્મ ભરાયા
- 8 તાલુકા પંચાયતો માટે છેલ્લા દિવસે કુલ 183 ફોર્મ ભરાયા
ખેડા: જિલ્લામાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતોની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો શનિવારે અંતિમ દિવસે ઉમેદવારી નોંધાવવા ઉમટ્યા હતા. જેમાં જિલ્લાની 8 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓ માટે અંતિમ દિવસે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે માટે મોટી સંખ્યામાં સમર્થકો સહિત ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
ખેડા નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે કુલ 183 ફોર્મ ભરાયા નડિયાદ નગરપાલિકા માટે સૌથી વધુ 184 ફોર્મ ભરાયા
ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે સૌથી વધુ નડિયાદ નગરપાલિકા માટે આજે 69 ફોર્મ,કપડવંજ 29,કણજરી 35,કઠલાલ 1 અને ઠાસરા નગરપાલિકામાં 29 ફોર્મ ભરાયા હતા.અત્યાર સુધી નડિયાદ નગરપાલિકા માટે કુલ 184 ફોર્મ,કપડવંજ 95, કણજરી 60, કઠલાલ 50 તેમજ ઠાસરામાં કુલ 97 ફોર્મ ભરાયા છે. જ્યારે જિલ્લામાં 8 તાલુકા પંચાયતો પૈકી નડિયાદમાં 96, ખેડામાં 76, માતરમાં 81, મહેમદાવાદમાં 92, મહુધામાં 79, ઠાસરામાં 123, વસોમાં 66 અને ગળતેશ્વરમાં આજે 30 મળીને અત્યાર સુધીમાં કુલ 84 ફોર્મ ભરાયા છે.