ખેડા જીલ્લાના પીઢ કોંગ્રેસી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ દ્વારા નડિયાદ ખાતે નાગરિક સંમેલન સંબોધતા નાગરિકોને અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વિચાર કરીને મતદાન કરજો સત્ય શું છે અને અસત્ય શું છે અને સમજીને મતદાન કરજો. સભાને સંભોધતા જણાવ્યું હતુ કે મતદાન મથકે જઈ યોગ્ય લાગે તેને અચૂક પણે મત આપવાની અપીલ કરી હતી. દેશની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા મતદાન જરૂરી છે.
નડિયાદમાં મતદાન જાગૃતિ સેમિનાર, કોંગ્રેસના નેતા દિનશા પટેલ રહ્યા ઉપસ્થિત - awareness
નડિયાદ: કોંગ્રેસના પીઢ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલની ઉપસ્થિતિમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દિનશા પટેલ દ્વારા નાગરિકોને વધુને વધુ મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી.
મતદાન જાગૃતિ અંગે સેમેલન યોજાયુ
મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગતિવિધિઓથી અલિપ્ત રહેતા દિનશા પટેલે પક્ષમાં આંતરિક વિરોધ હોવા છતાં બિમલ શાહને લોકસભાની ટીકીટ અપાવવા માટે મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.