- ગીરીશભાઈ ગુપ્તા ચોથી વાર દાંડીયાત્રા કરી રહ્યા છે
- યાત્રામાં લોકોને નજીકથી જાણવાનો અવસર મળે છે
- જેટલી વાર યાત્રા કરીએ એટલી વાર નવું જાણવા મળે છે
- વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે આપે છે સેવા
અમદાવાદ: જિલ્લાના રહેવાસી ગીરીશભાઈ ગુપ્તા હાલ ચોથી વાર દાંડીયાત્રામાં પદયાત્રા કરી રહ્યા છે.અગાઉ ત્રણ વાર યોજાયેલી દાંડીયાત્રામાં તેઓ ભાગ લઈ ચુક્યા છે. ગાંધીવાદી વિચારસરણી અને તેને અનુસરતા લોકોને જાણવાની અને મળવાની ઉત્સુકતાને લઈ તેઓ યાત્રામાં જોડાય છે. ગાંધી વિચાર અને ગાંધીજીની યાત્રા વિશે જાણકારી મળવા સાથે લોકોને પણ મળવાનો અવસર મળે છે. યાત્રામાં તેઓ વિવિધ ગ્રામજનોને મળે છે. ક્યાંક લોકોના ઘરે પણ જાય છે. જેને લઈ ગ્રામજનો અને ત્યાંની રહેણીકરણી અંગે નજીકથી જાણકારી મળે છે.
ચોથી વાર દાંડીયાત્રા કરી રહેલા પદયાત્રી આ પણ વાંચો:દાંડીયાત્રાનો પ્રારંભ થયો, 81 પદયાત્રી થયા સામેલ
હજી યાત્રા યોજાશે તો પણ જોડાશું
ચોથી વાર યાત્રા કરવાના હેતુ અંગે ગીરીશભાઈ જણાવી રહ્યા છે કે, યાત્રાપથ એ નો એ જ છે પણ યાત્રીઓ બદલાતા હોય છે. જેટલી વાર યાત્રા કરીએ વાર એટલી વાર કંઈક નવું જાણવાનું મળે છે. નવા લોકો સાથે જોડાયા હોય એટલે નવા લોકોને મળવાનું થાય છે. હજી આગળ યાત્રા યોજાશે તો પણ જોડાશું તેમ તેઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો:દાંડીયાત્રામાં જોડાયેલા લોકો સાથે ETV Bharatની ખાસ વાતચીત
પરંપરાગત આર્કિટેક્ટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ અને સમર વિન્ટર સ્કૂલ પણ ચલાવે છે
ગીરીશભાઈ અમદાવાદમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. ગાંધી ફિલોસોફી અંગે અભ્યાસ કરતા કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અમદાવાદ આવતાં હોય છે. તેમને પણ તેઓ માર્ગદર્શન આપે છે. હાલ તેઓ ગાંધીજી પર પુસ્તક લખી રહેલા અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સના જર્નાલિસ્ટ હેરી વિલ્સનનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓ અમદાવાદમાં પરંપરાગત આર્કિટેક્ટનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ અને સમર વિન્ટર સ્કૂલ પણ ચલાવે છે.