- નડીયાદમાં માતૃછાયા અનાથાશ્રમની બહારથી મળ્યું દોઢ મહિનાનું બાળક
- અજાણી વ્યક્તિ આશ્રમ બહાર બાળક મૂકી ફરાર થયો
- બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાતા હોસ્પિટલ ખસેડાયું
- પોલીસ દ્વારા બાળક મુકી જનારની હાથ ધરાઈ તપાસ
ખેડાઃ નડીયાદમાં આવેલા માતૃછાયા અનાથાશ્રમની (Matruchhaya Orphanage) બહારથી ગઈકાલે મોડી રાત્રે એક બાળક મળી આવ્યું હતું. કોઈક અજાણી વ્યક્તિ આ બાળકને મૂકીને જતી રહી હતી. મોડી રાત્રે બાળકના રડવાનો અવાજ આવતા આશ્રમના સંચાલકોએ (Orphanage administrators) તપાસ કરતા દોઢ મહિનાની ઉંમરનું બાળકને આશ્રમની બહાર મૂકીને કોઈક જતું રહ્યું હતું.
અજાણી વ્યક્તિ આશ્રમ બહાર બાળક મૂકી ફરાર થયો આ પણ વાંચો-પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ
બાળકને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તને હોસ્પિટલ લઈ જવાયું
અનાથાશ્રમના સંચાલકોએ (Orphanage administrators) બાળકનો કબજો મેળવ્યો હતો. ત્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ જવાયું હતું. હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર (First aid) આપવામાં આવી હતી. જોકે, બાળકની તબિયત નાજૂક હોવાથી અને હૃદયને લગતી સમસ્યા જણાતાં ડોકટર્સે બાળકને અમદાવાદ લઈ જવા રિફર કર્યું છે.
આ પણ વાંચો-ગાંધીનગરમાં ત્યજી દેવાયેલા બાળકને અપાશે દત્તક, બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે આપી મંજૂરી
પોલીસે બાળકને મૂકી જનારાની તપાસ શરૂ કરી
બાળક મળવાની જાણ કરવામાં આવતા નડીયાદ પશ્ચિમ પોલીસ (Nadiyad West Police) આવી પહોંચી હતી. અનાથાશ્રમની (Orphanage) બહાર બાળકને કોણ મૂકી ગયું છે. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. બાળકના પગ ઉપર હોસ્પિટલનો ટેગ લાગેલો છે. તેના આધારે પૂરાવા એકત્રિત કરી CCTV કેમેરા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. આશ્રમના સંચાલકોએ બાળ સુરક્ષા વિભાગને (Department of Child Protection) પણ જાણ કરી હતી.