લાડવેલ ગામમાં માનસિક રીતે દિવ્યાંગ જ્યંતી પરમાર નામનો યુવક મોબાઈલ ટાવર ચઢી ગયો હતો. સ્થાનિકોના અનેક પ્રયત્નો બાદ પણ યુવક નીચે ઉતરતો નહોતો. જેથી સ્થાનિકોએ પોલીસ તંત્રને જાણ કરી હતી. ત્યારબાદ PSI સહિત તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર ઘટના સ્થળે આવી પહોચ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ કપડવંજ ફાયર વિભાગને પણ કરવામાં આવી હતી.
માનસિક અસ્વસ્થ યુવાન મોબાઈલ ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થયું - મોબાઈલ ટાવર
ખેડાઃ જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલાં લાડવેલ ગામમાં એક અસ્વસ્થ યુવાન મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. જેને નીચે ઉતારવા માટે તંત્રએ દોડતું થયું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તંત્ર યુવાનને નીચે ઉતારવામાં સફળ થયું હતું.
લાડવેલમાં માનસિક અસ્વસ્થ યુવાન મોબાઈલ ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થયું
ફાયર વિભાગને માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્રણ કલાકના ફિલ્મી ડ્રામા બાદ અસ્વસ્થ યુવાનને ટાવર નીચે ઉતારવામાં આવ્યો હતો.