ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના વસોમાં કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ - રાજીવ સાતવ

આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના વસો ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી હતી.

ખેડાના વસોમાં કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ
ખેડાના વસોમાં કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ

By

Published : Jan 24, 2021, 9:59 AM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા કબજે કરવા કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન
  • ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો
  • સત્તા પરિવર્તન કરી લોકોની સમસ્યાઓ નિવારીશું : અમિત ચાવડા

ખેડા : રાજ્યમાં યોજાનાર તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચુંટણીઓને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.ચુંટણીઓમાં સત્તા કબજે કરવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્લાનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.જેને લઈને કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજે ખેડા જીલ્લાના વસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની ઉપસ્થિતિમાં સભા યોજવામાં આવી હતી.

ખેડાના વસોમાં કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ

ભારતીય જનતા પાર્ટી અન્યાય અને અત્યાચારનું શાસન કરી રહી છે :અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જનતાના અવાજને બુલંદ કરવા માટે અને લોક પ્રશ્નોને વાચા આપવા માટે અને ભારતીય જનતા પાર્ટી જે અન્યાય અને અત્યાચારનું શાસન કરી રહી છે. ત્યારે લોકોના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.કાળા કાયદાથી ખેડૂત અને ખેતી બંનેનું અસ્તિત્વ ખતરામાં છે. એ જ રીતે ગુજરાતમાં મોંઘુ શિક્ષણ લઈને લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે. તેઓ રોજગાર ઝંખી રહ્યા છે લડાઈ લડી રહ્યા છે પણ સરકાર એને રોજગાર આપવાને બદલે એની પર અન્યાય અને પોલીસ કેસ કરી રહી છે. મોંઘવારીનો માર દરેક પરિવાર અત્યારે સહન કરી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી,ભ્રષ્ટાચાર અને તમામ પ્રશ્નોને લઈ અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. લોકોના આશીર્વાદ માગી રહ્યા છીએ લોકોના જે પ્રશ્નો અને સમસ્યાઓ છે એને આવનાર સમયમાં ઉજાગર કરી એના માટે લડાઈ લડી અને સત્તા પરિવર્તન કરી તેના નિવારણ માટે કામ કરીશું.આ સભામાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.જ્યારે જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details